સાવરકુંડલા: સાવરકુંડલામા બ્લડ બેન્કના સપનું સાકાર,તા.૫ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન,તમામ લોકોને પધારવા ભાજપ આગેવાનનો અનુરોધ
સાવરકુંડલામાં બ્લડ બેન્કનું વર્ષોથી અપુરૂં રહેલું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ધારાસભ્ય મહેશભાઈના પ્રયત્નોને બળ આપવા સદભાવના ગ્રુપ દ્વારા તારીખ 5ના રોજ વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વધુમાં વધુ લોકોએ જોડાઈ રક્તદાન કરે તેવી અપીલ ભાજપના આગેવાન રાજેશભાઈ નાગ્રેચાએ સોશિયલ મીડિયા મારફતે કરી છે. આ અનુરોધ બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.