મહુવા: અંબિકા તાલુકાના વલવાડા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કરાવ્યો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
Mahuva, Surat | Oct 14, 2025 ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં યોજાઇ રહેલા કૃષિ વિકાસ દિનની ઉજવણી હેઠળ સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું.