મોરબીના રણછોડ નગર રોડ પર આવેલ નેક્સસ સિનેમાની પાછળ એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોરબી ફાયર કંટ્રોલ રૂમને રાત્રે 10:12 વાગ્યે આ અંગે કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ મોરબી ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં રોડ પર ઉભેલી રેનલ્ટ ક્વિઝ (GJ 36 R 3305) કારમાં આગ લાગી હતી. ફાયર ટીમે તાત્કાલિક આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.