અડાજણ: સુરતના સરોલીમાં તરૂણીને ગર્ભવતી બનાવનારની જામીનઅરજી કોર્ટે ફગાવી દીધી
Adajan, Surat | Oct 10, 2025 સુરતની એક કોર્ટે સગીરાનું અપહરણ અને બળાત્કાર કરવાના ગંભીર કેસમાં આરોપી રાઘવેન્દ્રસિંગ ઉર્ફે નીતિન વિરસિંગ ભદોરીયાની જામીન અરજી ફગાવી દીધી છે.સારોલી પોલીસ આરોપી વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. આરોપીએ એક તરુણીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે કિશોરી ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ રાઘવેન્દ્રસિંહની ધરપકડ કરી હતી.