ગાંધીધામ: ઠંડીમાં ઠૂઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલીના સહકારથી ધાબળા ઓઢાડયા
ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ગતરાત્રે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલી અને સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાણીના સહકારથી ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.કાયદાનું કડક પણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે. અને તે વાતની પ્રતીતિ ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસે કરાવી છે.પોલીસની આ માનવતાનો વિડીયો પણ સામે આવ્યો છે.