કુંભારવાડા વિસ્તારમાં થયેલી મારામારીમાં ઝડપાયેલા આરોપીનું પોલીસે રીકન્ટ્રક્શન કર્યું
Bhavnagar City, Bhavnagar | Dec 2, 2025
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મહંમદ ની મસ્જિદ ની બાજુમાં આવેલી શેરીમાં રહેતા ચમનભાઈ ચુડાસમા ના ઘર પાસે રહેતા ભાવેશભાઈ ગગજીભાઈ મકવાણા સાથે થોડા દિવસ પહેલા માથાકૂટ થઈ હતી તેમાં સંજયભાઈ બટુકભાઈ મેર નામના વ્યક્તિ ચમનભાઈ ચુડાસમા ને મદદ માટે ગયા હોય તેની દાજ રાખીને સાત થી આઠ લોકો દ્વારા સંજયભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ચીમનભાઈ ના ઘર ઉપર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો,