દાહોદ: સીંગેડી સહિત દાહોદ જીલ્લાના 03 આયુષ્માન આરોગ્ય મંદિર “નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ”દ્વારા પ્રમાણિત કરાયા
Dohad, Dahod | Sep 29, 2025 આજે તારીખ 29/09/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જીલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે એક ગૌરવનું ક્ષણ રૂપ બની છે. જ્યાં જીલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિર જેવા કે દેવગઢ બારીયા તાલુકાનું સીંગેડી આરોગ્ય મંદિર, ફતેપુરા તાલુકાનું નિંદકા આરોગ્ય મંદિર, અને દાહોદ તાલુકાનું મોટી ખરજ-3 આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ હેઠળ ભારત સરકારની વર્ચ્યુઅલ ટીમ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં ઉચ્ચ ધોરણો પાર કરી માન્યતા મેળવી.