ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બામણીયા ઓવારા નજીક નર્મદા નદીના પટમાં બાવળની જાળીઓમાં બાવળોની જાળીમા ખુલ્લામાં કેટલાક ઇસમો પોતાના આર્થીક ફાયદા માટે જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી રોકડા અને ચાર મોબાઈલ ફોન મળી કુલ 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી અશોક વસાવા, કેતનકુમાર મિસ્ત્રી, યોગેશકુમાર મિસ્ત્રી,વિક્રમ મિસ્ત્રી,અક્ષયકુમાર પરમાર અને અલ્પેશ વસાવા સહિતને ઝડપ્યા હતા.