વડાલ ઓવરબ્રિજ નજીક જુનાગઢ પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થયા છે. જુનાગઢ તાલુકાના વડાલ ઓવરબ્રિજ નીચે કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન પોલીસને ફોર વ્હીલ ગાડીમાંથી અંદાજે ૭૫૦ લિટર દેશી દારૂ મળ્યો હતો, જેની કિંમત રૂ. ૧ લાખ ૫૦ હજાર થાય છે. ઝડપાયેલા આરોપીનું નામ પ્રમોદ રણજીતસિંહ દયાળસિંહ બેન્સ, ઉંમર ૩૩, રહેવાસી મીરાનગર દુર્ગાપાર્ક-૧, જુનાગઢ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા ફોરવહીલ