કાંકરેજ તાલુકાના રાણકપુર નર્મદા કેનાલમાં એક કાર ખાબકી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેનાલમાં કાર ખાબકતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યા છે અને કારને બહાર નિકાળવા ની કામગીરી કરવામાં આવી રહી છે.આજે મંગળવારે અઢી કલાકે આ વિડીયો બનાસકાંઠાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે વીડિયોમાં જણાવ્યા મુજબ કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.