રાજકોટ પૂર્વ: રાજકોટ: દિવાળી વેકેશન સમયમાં જાહેર રજામાં પણ SNK સ્કૂલ ચાલુ, ABVP નો વિરોધ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર રજાના દિવસે રાજકોટ શહેરની જાણીતી સ્કૂલ ચાલુ રાખવાના મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ના રોજ જાહેર રજા હોવા છતાં ખાનગી સ્કૂલ દ્વારા નિયમોનો ભંગ કરીને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ ABVPના કાર્યકરોનો એક સમૂહ શાળાના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો હતો