ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના 'વિઝીબલ ક્લીનલીનેસ' કાર્યક્રમ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આદિપુરની પ્લાસ્ટિક હોલસેલ વેપારીની દુકાન માંથી તપાસ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળું અંદાજે 150 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ નિયમ ભંગ બદલ કુલ ₹10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.