ગોધરા: શ્રીસ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ૧૩મો પાટોત્સવ,રામનવમી તેમજ શ્રીસ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાઈ
હાલોલના સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિરમાં મંદિરનો 13મો પાટોત્સવ, રામનવમી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્યોત્સવનું ત્રિવેણી રૂપે ઉત્સાહભેર આયોજન થયું. સવારે સત્સંગ સભા અને રાત્રે પ્રાગટ્યોત્સવ આરતી યોજાઈ. સંત કેશવ સ્વરૂપ દાસ મહારાજ અને સંત પ્રસાદ દાસ મહારાજની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમો થયા. હાલોલ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી અને ભક્તિમય વાતાવરણમાં ઉત્સવનો લાભ લીધો.