કપરાડા: મોટી પલસાણમાં સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત, સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ#Jansamasya
Kaprada, Valsad | Oct 10, 2025 મોટી પલસાણ ગામના સોપદાર ફળિયામાં સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનો એક જીવતો જાગતો પુરાવો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિક રહીશો ધસમસતા વહેતા પાણીમાંથી પોતાના રોજિંદા કામર્થે પસાર થતા હોવાના કરૂણ દ્રશ્યો જોવા મળે છે, ત્યારે આદિવાસી વિસ્તાર એવા મોટી પલસાણ ગામે હજુ પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે, ત્યારે વહીવટી તંત્ર કે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અટકેલા વિકાસને આગળ ધપાવે તેવી લોકમાંગ.