છોટાઉદેપુર: જિલ્લામાં ગેરકાયદેસર ઠેર ઠેર રેતીના ઢગ, ભાજપના કારોબારી અધ્યક્ષ એ વિડીયો બનાવી વાયરલ કર્યો? જુઓ
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ઠેર ઠેર રેતીના ઢગ સામે આવ્યા છે. છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામ પાસે અસંખ્ય રેતીના ઢગ જોવા મળ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતીના ઢગ મારતા રેત માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. તો બીજી બાજુ વન વિભાગની જમીન પર રેતીના ઢગ લાગતા હોય પણ કોઈ કાર્યવાહી કરાતી નથી. રેત માફિયા રેતીના ઢગ કરી ગેરકાયદેસર રીતીનો વેપલો કરે છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ વિડિઓ બનાવી વાયરલ કર્યો છે.