વલસાડ: મોગરાવાડીમાં શાકભાજી ન હોવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલા ચાલી થતા મહિલાને માઠું લાગી આવતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 1:30 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડમાં મોગરાવાડીમાં મુકેશભાઈ યાદવની ચાલમાં રહેતા દંપતી બાબતે તારીખ 27 10 2025 ના રોજ ઘરમાં શાકભાજી ન હોવા બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલીની ઘટના બની હતી.જોકે ત્યારબાદ પતિ ઘરમાંથી શાકભાજી લેવા માટે નીકળી ગયો હતો. આવીને જોતા પત્નીએ ગળે ફાસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. તેને સારવાર હેઠળ ખસેડ્યા હતા મૃત જાહેર કરતા પોલીસે ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી.