મકરસંક્રાંતિના પવિત્ર દિવસે તમામ ગામલોકો એકઠા થઈને સ્મશાનમાં લાકડા એકઠા કરવાનું, લાકડા ફાડવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું સામુહિક શ્રમકાર્ય કરે છે. દર વર્ષે આજના દિવસે ગામલોકોની એક ટીમ વહેલી સવારથી જ પોતપોતાના ટ્રેક્ટર્સ લઈને ખેતરોમાં જાય અને જ્યાં જ્યાં લાકડાઓ પડ્યા હોય તે તમામ લાકડાઓ વીણીને સ્મશાને લઈ આવે છે