વાંસદા: વાંસદા તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કચેરી ખાતે તાત્કાલિક રાહત બેઠક યોજાઈ
Bansda, Navsari | Oct 28, 2025 વાંસદા તાલુકામાં કમોસમી ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે ખેતીવાડી નિયામક અધિકારીની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે તાત્કાલિક સર્વે, નુકસાનના નિર્ધારણ અને વળતર ચુકવણીની પ્રક્રિયા ઝડપે હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી. વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર ખેડૂતોના હિત અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.