થરાદ: એસટી ડેપો ખાતે BJP અને નગરપાલિકાના નેતૃત્વમાં સફાઈ કાર્યક્રમ યોજાયો
થરાદ એસટી ડેપો ખાતે આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે માહિતી આપી હતી કે આ કાર્યક્રમ પંડિત દીનદયાળજીની જન્મજયંતી નિમિત્તે યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સૂત્રને સાકાર કરવા માટે આ પહેલ કરવામાં આવી હતી.