ગોધરા શહેરના સ્ટેશન રોડ પર ગેરેજ સામે પાર્ક કરેલી બાઈકની ચોરીની ઘટના સામે આવી છે. પોલન બજાર વિસ્તારમાં પોલીસ ચોકી નં. 3 નજીક રહેતા જાવેદ અસલમ ભમેડીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓ સ્ટેશન રોડ પર વાહન રિપેરિંગ ગેરેજ ચલાવે છે. તા. 13 ડિસેમ્બરે રિપેર કરેલી બાઈક ગેરેજ સામે આમલીના ઝાડ નીચે પાર્ક કરી હતી, જેને અજાણ્યા વાહનચોર ઈસમે ઉઠાંતરી કરી લીધી હતી. આસપાસ શોધખોળ બાદ પણ બાઈક ન મળતાં તા. 24 ડિસેમ્બરે પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી કાયદ