વડોદરા પૂર્વ: વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે
વડોદરાના આઉટ ગ્રોથ વિસ્તારમાં મૂળભૂત સુવિધાના કામો કરવા માટે આઉટ ગ્રોથ ગ્રાન્ટ મળેલી છે, જેમાંથી રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજના કામોને પ્રાથમિકતા આપવા નક્કી કરાયું છે. શહેરના વહીવટી વોર્ડ નં-1 છાણી ગામ, સોખડા રોડ પાસે 15.93 કરોડના ખર્ચે પાણીની સુવિધા માટે બુસ્ટર બનાવવામાં આવશે.