આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ સાંજે 4.15 કલાકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. જેમાં લીમડી ખાતે આવેલ એક ફાયનાન્સ કંપનીમાં મૂકી રાખેલ કુલ 1,99,848 રૂપિયાની ચોરી થઈ. બનાવ અંગે બ્રાંચ મેનેજર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.