નવસારી: પ્લાસ્ટિક મુક્ત ગુજરાત તરફ નવસારી જિલ્લાની આગવી પહેલ: નડોદ-શિમળગામ માર્ગ પર પ્લાસ્ટિક કચરાથી મજબૂત રસ્તા બન્યા
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા નડોદ-શિમળગામ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગ કરીને માર્ગનું મજબુતીકરણ કરવામાં આવ્યું છે. આ પાયલટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, ખર્ચમાં બચત અને નાગરિકોને સલામત, ટકાઉ માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે. પરંપરાગત ડામર સાથે પ્લાસ્ટિક વેસ્ટને મિશ્રિત કરીને તૈયાર કરાયેલ આ માર્ગ લાંબા ગાળે વધુ મજબૂત અને ગરમી તથા જળસ્રાવ સામે વધુ પ્રતિરોધક સાબિત થાય છે.