થાનગઢ ગામના મુખ્ય માર્ગ પર રેલવે ફાટક પાસે શરૂ થયેલું અંડરગ્રાઉન્ડ પુલનું કામ બે વર્ષથી બંધ છે, જેના કારણે જનજીવન ભારે અસરગ્રસ્ત બન્યું છે. ફાટક પાર કરવા લોકોને રેલવે પાટા ઓળંગવા મજબૂર થવું પડે છે અને અકસ્માતોની ઘટનાઓ બની છે. અધૂરા કામના કારણે મુખ્ય બજારમાં વેપાર ઠપ્પ થયો છે અને નાગરિકો પરેશાન છે. લોકોની માંગ છે કે અંડરગ્રાઉન્ડ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.