વડનગર: વડબાર ધારપુર કેનાલ પાસે જુગાર રમતા 2 ઈસમો 47820/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા,અન્ય 4 નાસી જવામાં સફળ
વડનગર પોલીસને બાતમીના આધારે વડબાર ધારપુર કેનાલ પર આવેલા ખેતરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઈસમો પર રેડ કરતા 4 ઈસમો નાસી છૂટવામાં સફળ થયા હતા જ્યારે 2 ઈસમો પકડાય જતાં રોકડ રકમ 2820/- અને 2 બાઈક કિંમત 45000/- મળી આવતા પકડાયેલા 2 અને નાસી ગયેલા 4 મળી કુલ 6 ઈસમો સામે ગુનો નોંધી વધું કાર્યવાહી હાથ ધરી છે.