વડોદરા: એસએસજીની બાજુમાં ખાનગી બેક બહાર ઉભરાતી ગટરથી લારીધારકોને હાલાકી,તંત્ર સામે બળાપો કાઢ્યો
વડોદરા : સયાજી હોસ્પિટલની બાજુમાં આવેલી ખાનગી બેંકના પરિસરમાં છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાઈ ગઈ છે.જેના દૂષિત પાણી ફરી માર્ગ પર ફરી વળ્યા છે. જ્યારે આ બેંક અને એસએસજી ગેટની બહાર ખાણા પીણીની લારીઓ આવેલી છે.દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળતા દુષિતમય વાતાવરણ થતા લારી ધારકોને નુકસાન થઈ રહ્યું છે.અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજરોજ નાના વેપારીઓએ તંત્ર સામે પોતાનો બળાપો કાઢ્યો હતો.