આણંદ: મોગરી બ્રહ્મ જ્યોત સ્કૂલ પાસે કાર ડિવાઈડર પર ચઢી ગઈ
Anand, Anand | Jul 7, 2025 આણંદના મોગરી બ્રહ્મ જ્યોત સ્કૂલ પાસે સોમવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ વરસાદી વાતાવરણમાં માર્ગ ઉપરથી પસાર થઇ રહેલ કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગ વચ્ચેના ડીવાઇડર પર ચઢી ગઈ હતી.જેમાં કારના આગળના ભાગને નુકશાન થયું હતું.સદનસીબે કારચાલકને કોઈ ઇજાઓ પહોંચી નથી.ઘટનાને લઇ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.