વડોદરા: નવરાત્રી દુર્ગાપૂજા રાવણ દહન સહિતના મોટા કાર્યક્રમોના આયોજકો સાથે પો.કમિશનરે યોજી બેઠક,જરૂરી સૂચના અપાઈ
વડોદરા : નવરાત્રી મહોત્સવ નિમિત્તે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં મોટા ગરબા,દુર્ગાપૂજા તથા રાવણદહન કાર્યક્રમના આયોજકો સાથે સર્કિટ હાઉસમાં મીટીંગ યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ખાસ કરીને આ બેઠકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને,CCTV અને ખાનગી સીક્યોરીટીની વ્યવસ્થા, મેડીકલ સુવિધા, ફાયર-સેફટી વગેરે જેવી જરૂરી વ્યવસ્થાઓ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.