ઉમરગામ: ઉમરગામ નજીક આવેલા કેલવા રોડ સ્ટેશને પ્લેટફોર્મ ઉપર ઉભેલી વલસાડ એક્સપ્રેસ ટ્રેનના એન્જીનમાં લાગી આગ
મુંબઇ સેન્ટ્રલથી વલસાડ આવતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નં. 59023ના એન્જિનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંજે 7:56 વાગ્યે બની હતી. સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાને પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેનો 1થી 3 કલાક માટે ટ્રેન વ્યહર ખોરવાયો છે.