ભેસાણ: કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રા વિસાવદર, ભેંસાણ વિધાનસભા વિસ્તારમા પહોંચી ખેડુતો દ્વારા સ્વાગત સાથે ખેડૂતના દેવા માગ
વિસાવદર ખાતે ખેડૂત ખેડૂત આક્રોશ સમ્મેલન : ગુજરાતમા કમોસમી વરસાદને કારણે થયેલી નુકસાનીને લીધે ગુજરાતના ખેડૂતો પાયમાલ થતા ચિંતામા આત્મહત્યાઓ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની વેદના અને તેમની વ્યથાભરી લાગણીનો અવાજ બનીને કોંગ્રેસ પક્ષની”ખેડૂત આક્રોશ યાત્રા” સૌરાષ્ટ્રના એક એક ગામડે ગામડે જઈને ખેડૂતોનો આક્રોશ સરકાર સમક્ષ ઠાલવી રહી છે.