થાનગઢ: માનડાસર ગામે ખોદકામ કરવાની મનાઈ કરતા બે શખ્સોનો હુમલો
થાનગઢ તાલુકાના માનડાસર ગામે માટીનું ખોદકામ કરતા ઇસમોને ખનન કરવાની મનાઈ કરતા સુરેશભાઈ લઘરાભાઈ કિહલા તથા ભરતભાઈ લઘરાભાઈ કિહલા દ્વારા પોતાની કારમાંથી ધારીયું અને લોખંડનો પાઇપ લઈ બંને પિતા પુત્રને જાતી પ્રત્યે અપમાનિત કરી હુમલો કરવા જતા પિતા અને પુત્ર મારના ડરથી ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ખોદકામ કરતા બંને ઈસમો વિરુધ રાઘવજીભાઈ લવજીભાઈ ચાવડા દ્વારા થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી