મહાનગર પાલિકા ફૂડ સેફટી વિભાગ દ્વારા સર ટી હોસ્પિટલ ખાતેથી ખાદ્યપદાર્થના નમૂના લઇ લેબોરેટરી ચેકીંગમાં મોકલાવ્યા
Bhavnagar City, Bhavnagar | Apr 1, 2026
ભાવનગર મહાનગર પાલિકા ફૂડ સેફટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં સર ટી હોસ્પિટલ ખાતે ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા હતા. જેમાં વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લઇ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવશે. જો કોઈ નમૂના નેગેટિવ આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ મનપા અધિકારી દ્વારા જણાવાયું હતું.