કપરાડા: બાબરખડક ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં SMC સભ્યોની હાજરીમાં એક દિવસીય માર્ગદર્શન બેઠક યોજાઈ
નાનાપોંઢા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વિકાસ સમિતિની માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. બેઠકમાં શાળાની સફાઈ, પાણી વ્યવસ્થા, દિવ્યાંગ બાળકોની કાળજી, સ્માર્ટ ક્લાસ યોજના, અંધશ્રદ્ધા નિવારણ અને શાળાના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. “આનંદદાયી શનિવાર” અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, ઉપાધ્યક્ષ સુમિત્રાબેન દબોડિયા, શિક્ષણવિદ્ અજીતભાઈ પટેલ તથા મુખ્ય શિક્ષિકા રમીલાબેન માહલા સાથે...