ધાનેરા: ધાનેરાના વેપારી પાસેથી 12 ગાડી એરંડા લઈ રૂ.1.34 કરોડ ન આપી ઠગાઈ આચરી.
ધાનેરામાં એરંડાના વેપારી પાસેથી વિજાપુરના લાડોલ સ્થિત ઓઇલ મીલ માટે 12 ગાડી એરંડા લઈ રૂ. 1.34 કરોડ ન આપી વિશ્વાસઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે. ધાનેરા પોલીસે અમદાવાદના એક અને વિજાપુરના બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી..