પારડી: પારડીથી બજાજ રીક્ષામાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
Pardi, Valsad | Sep 16, 2025 વલસાડ જીલ્લાની એલ.સી.બી. ટીમે દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરી એક મોટા જથ્થા સાથે આરોપી પકડી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સુચનાથી એલ.સી.બી. વલસાડ પેટ્રોલિંગ દરમિયાન પારડી નજીક એસ્સાર પેટ્રોલ પંપ સામે વાહન ચેકિંગ દરમિયાન બજાજ રીક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.