રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા ૨૦૨૫ નું આયોજન સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામ ખાતે કરવામાં આવ્યું છે. જેનું ઉદ્રાઘાટન રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં રૂ.૬૯૬.૫૩ કરોડના રસ્તા-પુલોના ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું હતું.મહુવા સુગર ફેકટરી ખાતે રૂા.૨૩ કરોડના ખર્ચે બાયોગેસ યુનીટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.