લીલીયા: સાવરકુંડલા–લીલીયાના વિકાસમાં વધારો: ૭ નવા ગામોને ગ્રામ સચિવાલય બિલ્ડિંગ માટે રૂ.૧.૮૫ કરોડની મંજૂરી
Lilia, Amreli | Dec 1, 2025 સાવરકુંડલા–લીલીયા તાલુકાના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ કદમ ભરાયો છે. અગાઉ 27 ગામોને થયેલી મંજુરી બાદ હવે વધુ 7 ગામોમાં નવા ગ્રામ સચિવાલય (ગ્રામ પંચાયત) ગામસ્તરની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ₹1.85 કરોડની મંજુરી આપી છે. વડાળ, ફીફાદ, મોલડી, બાઢડા, ભેંસવડી, ભેસાણ અને કુતાણા ગામોનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય સુવિધાઓ અને લોકસેવાનો વેગ વધશે. ધારાસભ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો.