મણિનગર: Amc દ્વારા વેજલપુરમાં સગર્ભા મહિલાઓને લઈ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી
આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ વેજલપુર UHC દ્વારા વધુ જોખમી સગર્ભા અને ધાર્ત્રી માતાઓની ગૃહ મુલાકાત કરી હતી.HBNC હોમ વિઝિટ તેમજ હેલ્થ સર્વે કાર્ય વેજલપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું.માતા અને બાળકના સ્વાસ્થ્યના રક્ષણ માટે આરોગ્ય ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.