ઊંઝા તાલુકાના ગામની પોસ્ટ ઓફિસમાં તત્કાલીન પોસ્ટ માસ્તરે ત્રણ વર્ષ પહેલા એક ખાતેદારના બચત ખાતામાંથી તેમની ખોટી સહીઓ કરી રૂપિયા 1.60 લાખ ઉઠાવી લીધા હતા ખાતેદારની પાસબુકમાં નોંધ નહીં કરતા શંકાના આધારે રજૂઆત બાદ તપાસમાં ભાંડો ફૂટતા આખરે તેમણે ₹1.5 લાખ સરકારી ખાતામાં જમા કરાવ્યા હતા આ સમગ્ર બાબતે ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે