લાલપુર: લાલપુર મોટી ખાવડી ગામમાં આધેડ પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો, પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા મહોબતસિંહ અભેસંગ ચુડાસમા (52 વર્ષ) કે જેઓ મોટી ખાવડી આંબાવાડી વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ જનરલ સ્ટોર નામની દુકાન પાસે ઊભા હતા, જે દરમિયાન અજયકુમાર રાજ બલ્લમસિંગ નામનો શખ્સ લોખંડના પાઇપ સાથે ત્યાં ધસી આવ્યો હતો, અને મોહબ્બતસિંહના માથામાં લોખંડના પાઇપના બે-ત્રણ પ્રહાર કરી દઈ હેમરેજ સહિતની ગંભીર ઇજા પહોંચાડી જીવલેણ હુમલો કરી દીધો હતો