વડોદરા પશ્ચિમ: વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે ખલબલી મચાવતો અકસ્માત
ખાનગી લક્ઝરી બસે રોંગ સાઈડથી આવીને સિટી બસને ઓવરટેક મારતા વચ્ચે એક્ટિવા ચાલક બંને બસ ની વચ્ચે ફસાઈ ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા નું કચુંબર થઈ ગયું હતું, પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ખાનગી કંપનીની બસમાં કંપનીમાંથી ઘરે જતા કર્મચારીઓ પણ થોડા સમય માટે અટવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા એક્ટિવા ચાલકે તરત જ ગોત્રી પોલીસને કૉલ કર્યો હતો, ત્યાર બાદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલો સંભાળ્યો હતો.