કામરેજ: ધાતવા ગામે વિજલાઈનના ટાવર ઉભા કરવા ગયેલા પાવરગ્રીડ ના અધિકારીઓને ખેડૂતોએ અટકાવ્યા
Kamrej, Surat | Oct 9, 2025 સુરત જિલ્લામાં પસાર થઈ રહેલ પાવરગીડ લાઈન નો વિરોધ યથાવત,કામરેજના ધાતવા ગામે વિજલાઈનના ટાવર ઉભા કરવા ગયેલા પાવરગ્રીડ ના અધિકારીઓને ખેડૂતોએ અટકાવ્યા,પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો,વિરોધ દરમિયાન પાવરગ્રીડના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, મહિલા અને પુરુષો ખેડૂતોની હાજર કામરેજ પોલીસે ખેડૂતોની અટકાયત કરી,છેલ્લા લાંબા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ લાઈનની વિરોધ કરી ગુજરાત ખેડૂત સંગઠનના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે.