ભીલવાડા સર્કલ પાસેથી ઝડપાયેલા ગૌમાસના જથ્થા મામલે વધુ એક શખ્સને ઝડપી રીકન્ટ્રક્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Dec 24, 2025
ગૌમાસના જથ્થા મામલે પોલીસે વધુ એક ઈસમને ઝડપી લીધો, એક માસ પહેલા LCB ની ટીમે ઝડપી પાડેલા ગૌ માસ મામલે વધુ એક શખ્સ ઝડપાયો, SOG ની ટીમે 1 માસ થી ફરાર હોટલ માલિકને ઝડપી પાડ્યો, સાંઢીયાવાડના ઉંમર મુસ્તુફા ખોખર નામના શખ્સને ઝડપી રીકન્ટ્રક્શન કરાયું, અગાઉ ગૌ માસના ગુન્હામાં 6 ઈસમોની ધડપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન ઉંમર ખોખરનું નામ ખુલવા પામ્યું હતું. SOG ની ટીમે શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.