સુરતમાં પડેલા ભારે વરસાદના પગલે નવી સિવિલ કેમ્પસ અને પીએમ રૂમ બહાર પાણીનો ભરાવ,દર્દી અને સ્વજનોને હાલાકી
Majura, Surat | Sep 17, 2025 સુરતમાં બુધવારના રોજ પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કેમ્પસ અને પીએમ રૂમ બહાર પણ વરસાદી પાણીનો ભરાવ થતા સારવાર અર્થે આવેલા દર્દીઓ અને સ્વજનોને હાલાકી ભોગવી પડી હતી. પીએમ રૂમ બહાર અને કેમ્પસમાં વરસાદી પાણીના નિકાલને વ્યવસ્થાનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો હતો. પીએમ રૂમ બહાર પણ વરસાદી પાણી ભરાવાના કારણે બેરીકેટિંગ મારવામાં આવ્યા હતા.પાણી નિકાલની અવ્યવસ્થા જોવા મળી.