માંડવી: સાયણ ગામથી પોલીસે ગાંજો ઝડપી લીધો.
Mandvi, Surat | Oct 13, 2025 સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સાયણ ગામની સીમમાંથી ₹2.15 લાખના ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 9.970 કિલોગ્રામ ગાંજો, રોકડ, મોબાઈલ ફોન અને મોપેડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયણથી સાયણ સુગર તરફ જતાં કબ્રસ્તાન રોડ પર આવેલ બરફ ફેક્ટરી સામેથી ત્રણ ઇસમોને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે રંગે હાથે પકડવામાં આવ્યા હતા.