વસો ચકચારી કેસ ના આરોપી ચન્દ્રકાંત ઉર્ફે પેન્ટર પટેલ ના કેસ નું ચુકાદો, સરકારી વકીલે આપી માહિતી. સગીર વયની ૮ થી ૧૧ વર્ષની ચાર દીકરીઓને ચોકલેટ બિસ્કિટની લાલચ આપી દીકરીઓ સાથે અવારનવાર બળાત્કાર તથા છેડતી કરી બિભત્સ વિડિયો બનાવી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આધેડ વયના આરોપીને છેલ્લા શ્વાસ સુધીની કુદરતી જીવનના અંત સુધીની સખત કેદની સજા તથા કુલ ૧,૫૧,૦૦૦/- નો દંડ ફટકારતી નડિઆદની સેશન્સ અદાલત.