ગોધરા: વાઘજીપુર રોડ પાસે અકસ્માત: બાઈક સ્લીપ થતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા.
શહેરા તાલુકાના વિજાપુર ગામે રહેતા એક યુવકને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. વિજાપુર ગામના રહેવાસી જયેશભાઈ બળવંતભાઈ પોતાની બાઈક લઈને કોઈ અંગત કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન, શહેરાના વાઘજીપુર રોડ નજીકથી પસાર થતી વખતે અચાનક તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જયેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરાની સિ