વાવ: માવસરી પોલીસ સ્ટેશન મથકે એસપીના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો..
માવસરી પોલીસ સ્ટેશન મથકે જિલ્લા પોલીસવડા ની અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમમા સરહદી પંથકના સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા હતા.સરહદી વિસ્તારના લોકોએ લોક સંવાદ માં લોકોના અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ મિત્ર બનાવવામાં આવે તેવી સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રોડ રસ્તાઓ ખેતરોના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી..