વિસનગર: ભાન્ડુ ગામ નજીક કાર ચાલકે બે રિક્ષાને ટક્કર મારી, ૮ ઘાયલ
મહેસાણા ઊંઝા હાઇવે રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ભાન્ડુ ગામ નજીક, એક અજાણી ગાડીના બેદરકાર ચાલકે બે પેસેન્જર રિક્ષાઓને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કુલ આઠ લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક તાત્કાલિક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જે બનાવ અંગે રિક્ષા ચાલકે ફરાર કાર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.