ઉનાળાની શરૂઆત થતાં જ ધ્રાંગધ્રા તેમજ તેની આસપાસના જંગલ અને વગડા વિસ્તારમાંથી સાપ જેવા જીવો શહેરી વિસ્તારોમાં પ્રવેશ કરતા હોવાના બનાવો ફરી એકવાર સામે આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ જોવા મળવાની ઘટનાઓ નોંધાઈ રહી છે તાજેતરમાં ધ્રાંગધ્રાના એક ઘરમાં દુર્લભ અને બિનઝેરી સાપ જોવા મળતાં પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સમયસૂચકતા દાખવીને વન્યજીવ રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલા ને જાણ કરવામાં આવી હતી